મેલેરિયા જાગૃતિ દિવસ : ૨૫ - એપ્રિલ



મેલેરિયા જાગૃતિ દિવસ : ૨૫ - એપ્રિલ 
     1.      પ્રસ્તાવના
     2.      મેલેરિયાના લક્ષણો
     3.      તીવ્ર અને સમસ્યારૂપ મેલેરિયાના લક્ષણો
     4.      તીવ્ર સમસ્યાઓનું જોખમ
     5.      મેલેરિયાના રોગવાહક જંતુઓ
     6.      રાજ્યોમાં મેલેરિયાનું પ્રમાણ
                                    7.      સંબધિત સ્ત્રોત
પ્રસ્તાવના
  • મેલેરિયા એ સંભવિતપણે જીવન માટે જોખમરૂપ પરોપજીવી રોગ છે. તે પ્લાસ્મોડીયમ વિવેક્સ (પી. વિવેક્સ), પ્લાસ્મોડીયમ ફાલ્સિપેરમ (પી. ફાલ્સિપેરમ), પ્લાસ્મોડીયમ મેલેરી (પી. મેલેરી), પ્લાસ્મોડીયમ ઓવલે (પી. ઓવલે)ના નામે ઓળખાતા પરોપજીવીઓથી થાય છે.
  • તે એનોફીલીસ મચ્છરના ચેપી દંશથી ફેલાય છે.
  • ચેપી મચ્છરના દંશના 10થી 14 દિવસ પછી વ્યક્તિને આ રોગ થાય છે.
  • માનવ મેલેરિયાના પરોપજીવીઓના બે પ્રકાર છે, પ્લાસ્મોડીયમ વિવેક્સ અને પી. ફાલ્સિપેરમ. ભારતમાં સામાન્યપણે બંને પ્રકાર નોંધાય છે.
  • માનવ યજમાનની અંદર પરોપજીવી તેના સંકુલ જીવનચક્રના ભાગરૂપે પરિવર્તનોની એક શ્રેણીમાંથી પસાર થાય છે. (પ્લાસ્મોડીયમ આદિ જંતુ પરોપજીવી છે)
  • પરોપજીવી યકૃત કોષમાં (પ્રી-એરીથ્રોસાઇટિક સ્કિઝોગોની) અને રક્તકણોમાં (એરીથ્રોસાઇટિક સ્કિઝોગોની) જીવનચક્ર પૂરું કરે છે.
  • પી. ફાલ્સિપેરમનો ચેપ મેલેરિયાનું સૌથી ઘાતક સ્વરૂપ છે.
મેલેરિયાના લક્ષણો
  • મેલેરિયામાં તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી અને ફ્લુ જેવા અન્ય લક્ષણો જોવા મળે છે.
  • તેનો પરોપજીવી રક્તકણોને ચેપ લગાડે છે અને તેનો નાશ કરે છે, પરીણામે દર્દી એનીમીયાને કારણે જલ્દી થાકી જાય છે, આંચકીઓ આવે છે અને બેભાન થઈ જાય છે.
  • પરોપજીવીઓ લોહી દ્વારા મગજ (સેરેબ્રલ મેલેરિયા) અને અન્ય મુખ્ય અંગો સુધી પહોંચે છે.
  • સગર્ભાવસ્થામાં મેલેરિયા માતા, ગર્ભ અને નવજાત શિશુ માટે નોંધપાત્ર જોખમ ઊભુ કરે છે. સગર્ભા સ્ત્રીઓ મેલેરિયાના ચેપ સામે ઝઝુમવાની ઓછી ક્ષમતા ધરાવતી હોવાથી ગર્ભમાં રહેલા શિશુને વિપરીત અસર થાય છે.
તીવ્ર અને સમસ્યારૂપ મેલેરિયાના લક્ષણો
તીવ્ર મેલેરિયાના ચિહ્નો અને લક્ષણો બને તેટલા જલ્દી ઓળખવા એ સૌપ્રથમ જરૂરી છે, જેથી દર્દીની ઝડપથી તાકીદની સંભાળ લઈ શકાય. મેલેરિયાની જાણકારી માટે ઉપયોગમાં લેવાતા આ ચિહ્નો અને લક્ષણો સ્પષ્ટ હોતા નથી અને કોઇપણ તીવ્ર તાવજન્ય રોગને કારણે હોઈ શકે, જે તીવ્ર મેલેરિયા, અન્ય તીવ્ર તાવજન્ય રોગ અથવા સંલગ્ન મેલેરિયા અને તીવ્ર જીવાણુ ચેપ પણ હોઈ શકે. લક્ષણોમાં ભારે તાવનો ઇતિહાસ તથા નીચેના પૈકીનું ઓછામાં ઓછું એક ચિહ્ન હોય છે:
  • બેસવામાં મુશ્કેલી, બદલાયેલી સભાનતા, થાક અથવા બેભાન અવસ્થા
  • શ્વાસ લેવામાં મુશ્કેલીઓ
  • તીવ્ર એનીમીયા
  • સામાન્યીકૃત ખેંચ\આંચકી
  • પાણી પીવાની અક્ષમતા\ઉલ્ટી
  • મૂત્રનો રંગ ઘેરો અને\અથવા મર્યાદિત પ્રમાણમાં થાય
બેસવાની તકલીફ અને\અથવા શ્વાસની મુશ્કેલીઓ ધરાવતા દર્દીઓની શક્ય હોય ત્યાં સુધી ચામડીથી અપાતા એન્ટિમેલેરીયલ્સ અને એન્ટિબાયોટિક્સ (ઇન્જેક્શન્સ અથવા ઇન્ફ્યુઝન્સ)થી સારવાર કરવી જોઇએ. મુખથી સારવારનો બને તેટલો જલ્દી વિશ્વસનીય વિકલ્પ શોધવો જોઇએ. પ્રયોગશાળાના પાસાઓ, જેવા કે રક્ત શર્કરા, રક્ત મૂત્ર, પ્રવાહી સંતુલન, સંલગ્ન ચેપ, વગેરે પર વારંવાર દેખરેખ રાખવી જોઇએ. જઠર-આંતરડામાં રક્તસ્ત્રાવ વધારે તેવી દવાઓ ટાળવી જોઇએ.
તીવ્ર સમસ્યાઓનું જોખમ
  • ચેપના ઓછા વહનક્ષેત્રમાં તમામ વયજૂથો ભોગ બને છે, પરંતુ પુખ્ત વ્યક્તિઓમાં વધારે તીવ્ર અને બહુવિધ સમસ્યાઓ વિકસે છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં વહનની રીત સામાન્યપણે નીચી છે, પરંતુ ઉત્તર-પૂર્વ રાજ્યો તથા ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશના વિશાળ ક્ષેત્રોમાં તીવ્ર વહન જોવા મળે છે.
  • ભારે વહનક્ષેત્રોમાં પાંચ વર્ષથી નાની વયના બાળકો, મુલાકાતીઓ, સ્થળાંતરીત મજૂરો ભોગ બને છે.
  • સગર્ભાવસ્થા સાથે સંલગ્નતા સગર્ભા સ્ત્રીઓ મેલેરિયાના ચેપ સામે લડવા ઓછી સક્ષમ છે, જેથી ગર્ભસ્થ શિશુ પર વિપરીત અસર થાય છે.
મેલેરિયાના રોગવાહક જંતુઓ
  • મેલેરિયાના ઘણાં રોગવાહક જંતુઓ છે.
  • એનોફીલીસ ક્યુલિસિફેસીસ મેલેરિયાનું મુખ્ય રોગવાહક જંતુ છે.
  • તે ક્યુલેક્સ જેવી બેસવાની ઢબ ધરાવતો નાનાથી મધ્યમ કદનો મચ્છર છે.
1.ખોરાકની ટેવો
  • તે પ્રાણીરાગી જાતિ છે.
  • જ્યારે મોટા પ્રમાણમાં પેદા થાય છે ત્યારે સરખામણીમાં મોટી સંખ્યા માણસો પર નભે છે.
2.વિશ્રામની ટેવો
  • માનવ વસાહતો અને તબેલાઓમાં દિવસ દરમિયાન આરામ કરે છે.
3.પ્રજનન સ્થળો
  • વરસાદી પાણીના તળાવો, ખાબોચિયા, બોરો પિટ્સ, નદી પટના તળાવો, સિંચાઈની નહેરો, નાળાં, ચોખાના ખેતરો, કુવા, તળાવ કાંઠા, રેતાળ કાંઠા ધરાવતા ધીમા ઝરણાંમાં પ્રજનન કરે છે.
  • ચોમાસાના વરસાદ પછી સઘન પ્રજનન થાય છે.
4.કરડવાનો સમય
  • દરેક રોગવાહક જંતુ જાતિનો કરડવાનો સમય તેના સામાન્ય લક્ષણોથી નક્કી થાય છે, પરંતુ વાતાવરણની પરિસ્થિતિઓની તેના પર ઝડપી અસર થાય છે.
  • એનોફીલીસ ક્યુલિસિફેસીઝ સહિતના મોટાભાગના રોગવાહક જંતુઓ સાંજના સમય પછી કરડવાનું શરૂ કરે છે. તેથી ઉનાળા કરતા શિયાળામાં કરડવાનું વહેલું શરૂ થાય છે, તેમ છતાં દરેક જાતિનો પીક ટાઈમ જુદો જુદો છે.
રાજ્યોમાં મેલેરિયાનું પ્રમાણ
વર્ષ 2004ના હંગામી આંકડાઓ પ્રમાણે દેશમાં સૌથી મોટી સંખ્યામાં કેસો ઓરિસ્સામાં નોંધાયા, ત્યારબાદ ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં નોંધાયા હતા. અને સૌથી વધારે સંખ્યામાં મૃત્યુ ઓરિસ્સામાં, ત્યારબાદ પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ઝારખંડ, મેઘાલય, કર્ણાટક, ત્રિપુરા અને આસામમાં નોંધાયા હતા.
=============================