સુંદરકાંડ – રામ – હનુમાન સંવાદ – ભાગ એક





જયારે જામવંત ની ટુકડી જે દક્ષીણ માં મોકલેલી એમને સીતા માતા ની શોધ માં વિશેષ સફળતા મળેલી અને એમાં પણ મહાવીર હનુમાનેજે અપ્રતિમ પરાક્રમ કરેલું એથી એ સમગ્ર ટુકડી ખુબ ઉત્શાહ અનેઉન્માદસાથે કિષ્કિન્ધા પાછી ફરી છે ને હવે પ્રભુ શ્રી રામને મળવા જાય છે, એ સમયે હનુમાનજી અને પ્રભુ વચ્ચે જે સંવાદ થાય છે તેના પર આપણે ચિંતન કરવાનું છે.
જામવંત એ દક્ષીણ માં મોકલેલી ટુકડી ના સેનાપતિ ને સૌથી વૃદ્ધ વ્યક્તિ એટલે કે વડીલ હોય, પ્રભુ રામની સાથે ની મુલાકાત માં બોલવાની સરુઆત એ કરે છે. પણ આ વૃદ્ધ ના શબ્દો માં પ્રભુ નું કામ થઈ ગયું અને એમાં પણ મહાવીર હનુમાન ને એમની વિશેષ રિદ્ધી-શીદ્ધી યાદ કરવા માં એનો ફાળો છે એનું કઈ પણ અભિમાન કાર્ય વગર સીધા મુદ્દા ની વાત પર આવે છે.
जामवंत कह सुनु रघुराया। जा पर नाथ करहु तुम्ह दाया।।
ताहि सदा सुभ कुसल निरंतर। सुर नर मुनि प्रसन्न ता ऊपर।।
सोइ बिजई बिनई गुन सागर। तासु सुजसु त्रेलोक उजागर।।
प्रभु कीं कृपा भयउ सबु काजू। जन्म हमार सुफल भा आजू।।
અને જામવંતજી સૌથી પહેલા કામ થઇ ગયું એનો બધો શ્રેય પ્રભુ શ્રીરામ ને આપે છે કારણકે તમારી કૃપા વગર આટલા બધા ચમત્કારો શક્ય જ ન હતા. અને બીજી રીતે જોઈએ તો જયારે સીતા માતા ની ખોજ ની શરૂઆત થઈ ત્યારે ટુકડીઓ તો ઘણી નીકળી હતી પણ દક્ષિણમાં મોકલેલી અને એમાં પણ હનુમાન પર પ્રભુએ વિશેષ કૃપા કરી હતી ( હનુમાન જીને આશીર્વાદ આપી અને અંગુઠી આપી ) આમ જો પ્રભુની કૃપા હોય તો બધું કુશળજ હોય અને ત્યાં વિજયી ના થાય તો નવાઈ છે. પ્રભુ કૃપા આવે છે પ્રભુ ભક્તિ અને પ્રભુ સાથેની ની:સ્વાર્થ પ્રીતિ થી, દરેક કાર્યના કૈક ફાયદા ગેરફાયદા હોય છે પણ પ્રભુ પ્રીતિજ એક એવું કાર્ય છે જ્યાં કોઈ ગેરફાયદો નથી બસ ફાય્દાજ ફાયદા છે –
રામ જપન્તા હિદા, કહ કેતા ગુણ હોય,
ઠાકર માને, જગ નમે, પીછણ ન ગંજે કોય. ( હરિરસ )
અને તુલસી પણ એમજ કહે છે –
ताहि सदा सुभ कुसल निरंतर। सुर नर मुनि प्रसन्न ता ऊपर।।
सोइ बिजई बिनई गुन सागर। तासु सुजसु त्रेलोक उजागर।।
” ત્યાં સદા કુસલજ હોય, અને દેવો, માણસો અને સંતો ની કૃપા આપો આપજ આવા લાગે.
અને એનો સર્વે દિશા માં વિજયજ છે તથા એનો જસ ત્રિલોક પણ ગાય છે “
જામવંતજી આગળ વધી હનુમાનજીએ કરેલા વિશેષ પરાક્રમોની પ્રભુને વાત કરે છે –
नाथ पवनसुत कीन्हि जो करनी। सहसहुँ मुख न जाइ सो बरनी।।
पवनतनय के चरित सुहाए। जामवंत रघुपतिहि सुनाए।।
” પ્રભુ પવનસૂતે જે કાર્ય કર્યું છે એનો હજાર મોઢે પણ વર્ણન થાય એમ નથી,
અને પછી પવનપુત્ર ના સુંદર ચરિત્રો જામવંતે પ્રભુને કીધા “
જોકે પ્રભુ રામ તો ત્રિલોક ના સ્વામી પણ ભક્તે એમના માટે કરેલા નાના અમથા કાર્ય પણ જો પ્રભુને ખુસ કરીદેતા હોય તો હનુમાને સીતામાતા ની શોધ માં કરેલા આવા વિશેષ પરાક્રમો નું સુ કેવું, પ્રભુ  રોમાંચિત થઇ ગયા ને એમને પહેલા હનુમાનજી ને ગળે લગાઈ દીધા ને પછી સીતા માતા વિષે પૂછ્યું કે જ્યાંથી પ્રભુ રામ અને હનુમાનજી વચ્ચે ના સંવાદ ની સરુઆત થાય છે –
कहहु तात केहि भाँति जानकी। रहति करति रच्छा स्वप्रान की।।
” ભાઈ મારા હવે મને એમ કહે કે, કઈ રીતે સીતા મારા વગર કઈ રીતે રહે છે, શું કરે છે અને મારા વગર હજી પણ સીતે જીવિત છે તો કઈ રીતે “
અને એના જવાબ માં હનુમાનજી પ્રભુ  ભજવાની ગુઢ રીતી નું વર્ણન કરે છે જે સીતામાતા કરે છે –
नाम पाहरु दिवस निसि ध्यान तुम्हार कपाट।
लोचन निज पद जंत्रित जाहिं प्रान केहिं बाट।।30।।
” પ્રભુ તમારું નામ જ્યાં દિવસ રાત પહેરો દેતું હોય અને ધ્યાન તમારું કમાડ થઇ ને ઉભું હોય,
અને તમારા ચરણો માં નેત્રો કેન્દ્રિત કરી તાળું લાગી દીધું હોય તો પછી પ્રાણો ને નીકળવાનો કોઈ રસ્તોજ નથી “
બીજી રીતે જોઈએ તો બધી રીતે બસ પ્રભુનેજ ભજવામાં જે વ્યથિત હોય એના માટે પ્રાણ બહુ મામુલી થઇ જાય છે અને એ જીવન મરણ થી પર થઇ જાય છે. એટલે  કે એને તો પ્રભુ પૃથ્વી પર પણ મળી ગયા ને માર્યા પછી પણ એ પ્રભુચરણો નેજ પ્રાપ્ત થશે.