24 April - સચિન તેંડુલકરના જન્મ દિવસે તેમના વિષે થોડું જાણો - એડવાન્સ પોસ્ટ



        સચિન રમેશ તેંડુલકર (મુંબઈ ખાતે, જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩) એ ભારતીય ક્રિકેટર છે જે ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ છે. તે ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે. ૨૦૦૨માં વિઝડને સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને એક દિવસીય મેચોમાં સર વિવિયન રિચાર્ડ્સ બાદ બીજા ક્રમના સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને તેંડુલકરને તેમની જોડે તેમજ તેમની સામે રમેલ સૌથી મહાન ખેલાડી તરીકે ઓળખાવ્યા હતા. તેંડુલકર એ વર્તમાન પેઢીના એક માત્ર ખેલાડી છે જેમને બ્રેડમેન ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે ઘણીવાર લિટલ માસ્ટર કે માસ્ટર બ્લાસ્ટરના નામથી પણ ઓળખાય છે. સચિન તેંડુલકર કુલ છ ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જે પૈકી ૨૦૧૧ના વિશ્વકપની વિજેતા ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ ૨૦૦૩ના વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.
       તેંડુલકર ટેસ્ટ મેચ અને વનડે બંનેમાં સૌથી વધુ રન નોંધવાનારો ખેલાડી છે અને બન્ને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારવાનો પણ વિક્રમ ધરાવે છે. તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારવાવાળો પ્રથમ ખેલાડી છે, તેમજ ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વિક્રમ ધરાવે છે.
૨૦ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેંડુલકરે 30,000 રન પુરા કર્યાં. ૧૭ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાના બ્રાયન લારા ના વિક્રમને પાર કર્યો ત્યારે તે આ પ્રકારની રમતમાં ૧૨૦૦૦ રન પૂર્ણ કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં ૧૧૦૦૦ રન પાર કરનાર ત્રીજો બેટ્સમેન અને પ્રથમ ભારતીય છે. આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં ૧0000 રન પૂર્ણ કરનારા તેઓ પ્રથમ ખેલાડી હતા અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં અનુગામી પ્રત્યેક ૧0000 રનના સિમાચિહ્નનને પાર કરનારા પણ તેઓ પ્રથમ બેટ્સમેન હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૫0 રનના આંકને સૌથી વધુ વખત પાર કરવાના ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરના વિક્રમને પાર કરી દીધો હતો અને ઓસ્ટ્રેલિયા સામે ૧0 ટેસ્ટ શતકો નોંધાવવાના 0 વર્ષથી વધુ જૂના ઇંગ્લેન્ડના સર જેક હોબ્સના વિક્રમની બરોબરી કરી હતી. તેંડુલકરને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ અને ભારતના ખેલ ક્ષેત્રે અપાતા સૌથી ઉચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.
       ડિસેમ્બર ૨૦૧૨માં તેંડુલકરે આંતર્રાષ્ટ્રીય એકદિવસીય ક્રિકેટ મેચોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચોમાંથી ઓક્ટોબર ૨૦૧૩માં નિવૃત્તિ લીધી, અને એજ રીતે સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી, જે મુજબ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છેલ્લી ટેસ્ટ મેચ તે ૧૬ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમ્યો. તેંડુલકર તેની સમગ્ર કારકિર્દી દરમ્યાન ૬૬૪ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમ્યો અને કુલ ૩૪,૩૫૭ રન કર્યા.
=================================