હનુમાનજી સૌથી લોકલાડીલા અને સૌથી ઝડપથી ઈચ્છાઓ પૂરી કરતા ભગવાન માનવામાં
આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તે સૌથી શ્રેષ્ઠ
ઉપાય છે. જેમાં તેમના સમગ્ર જીવન અને તેમના કર્મો વિશે લખવામાં આવ્યું છે.
આ પવિત્ર હનુમાન ચાલીસાના પાઠનું સર્જન કરનાર તુલસીદાસજીને આપણે કેવી રીતે
ભૂલી શકીએ. હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે તેમના પરમ ભક્ત તુલસીદાસ વિશે
સંપૂર્ણ માહિતી મેળવો. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગોસ્વામી
તુલસીદાસજીનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અને
શ્રીરામના સાક્ષાત રૂપમાં તુલસીદાસજીને દર્શન આપતા હતા. આજે જાણો
તુલસીદાસજી અને હનુમાનજી સાથે જોડાયેલ ખાસ વાતો, જે મોટાભાગના લોકો નથી
જાણતા….
એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!
ગોસ્વામી તુલસીદાસે બહુચર્ચિત અને પ્રસિદ્ધ શ્રીરામચરિતમાનસની રચના કરી.
શ્રીરામચરિત માનસની રચના સેકંડો વર્ષો પહેલા કરવામાં આવી હતી અને આજે પણ
તે સૌથી વધુ વેચાતો ગ્રંથ છે. વાલ્મિકી દ્વારા રચિત રામાયણનું સરળ રૂપ
શ્રીરામચરિતમાનસ છે. આ ગ્રંથ સરળ હોવાને લીધે જ આજે પણ સૌથી વધુ પ્રસિદ્ધ
છે. હનુમાન ચાલીસાની રચના પણ તુલસીદાસજીએ જ કરી છે. અહીં વાંચો ક્યારે,
કેવી રીતે અને ક્યાં તુલસીદાસે શ્રીરામચરિત માનસની રચના કરી અને હનુમાનજી
સાથે કંઈ રીતે તેમની મુલાકાત થઈ, કેવી રીતે તુલસીદાસ પોતાના પત્નીને કારણે
શ્રીરામના અનન્ય ભક્ત બની ગયા.
-ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાથી થોડે જ દૂર રાજાપુર નામનું એક ગામ છે.
આ ગામમાં સંવત 1554ની આસપાસ ગોસ્વામી તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસના
પિતા આત્મરામ દુબે અને માતાનું નામ હુલસી હતું. તુલસીદાસનો જન્મ શ્રાવણ
મહિનાની શુક્લપક્ષની સપ્તમી તિથિના દિવસે થયો હતો.
-એવી માન્યતા છે કે તુલસીદાસના જન્મના સમયે પૂરાં બાર મહિના સુધી માતાના
ગર્ભમાં રહેવાને લીધે ઘણા તંદુરસ્ત હતા અને તેમના મુખમાં દાંત પણ જોવા મળી
રહ્યા હતા.
-સામાન્ય રીતે જન્મ પછી બધા બાળકો રોતા હોય છે પરંતુ આ બાળકે પહેલો શબ્દ
બોલ્યો તે હતો રામ. આને લીધે જ તુલસીદાસનું શરૂઆતનું નામ રામબોલા પડ્યું
હતું.
-માતા હુલસી તુલસીદાસજીને જન્મ આપીને બીજા દિવસે જ મૃત્યુ પામી હતી.
ત્યારે પિતા આત્મારામે નવજાત શિશુ રામબોલાને એક દાસીને સોપી દીધો અને પોતે
વિરક્ત થઈ ગયા. જ્યારે રામબોલા સાડા પાંચ વર્ષનો થયો તો તે દાસી પણ જીવતી ન
રહી. હવે રામબોલા કોઈ અનાથ બાળકની જેમ ગલીએ-ગલીએ ભટકવા વિવશ બની ગયો.
-આ પ્રકારે ભટકતા ભટકતા એક દિવસે નરહરિ બાબા સાથે રામબોલાની મુલાકાત થઈ.
નરહરિ બાબા તે સમયે પ્રસિદ્ધ સંત હતા. તેમને રામબોલાનું નામ તુલસીદાસ
રાખ્યું. ત્યારબાદ તેઓ તુલસીરામે અયોધ્યા, ઉત્તર પ્રદેશ લઈ આવ્યા અને ત્યાં
તેમનો યજ્ઞપવિત સંસસ્કાર કરવામાં આવ્યો.
-તુલસીરામે સંસ્કારના સમયે વગર શિખવ્યે જ ગાયત્રીમંત્રનું સ્પષ્ટ
ઉચ્ચારણ કર્યું, જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાર નરહરિ
બાબાએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરીને બાળકને રામ મંત્રની દિક્ષા આપી અને
અયોધ્યામાં જ રહીને તેનું વિદ્યાધ્યયન કરાવ્યું. તુલસીરામની બુદ્ધિ ખૂબ જ
તેજ હતી. તે એક વખતમાં જ ગુરુ-મુખેથી જે સાંભળી લેતા તે તરત યાદ રહી જતું.
ત્યાંથી થોડા સમય પછી ગુરુ-શિષ્ય બંને શૂકરક્ષેત્ર(સોરો) પહોંચ્યા. ત્યાં
નરહરિ બાબાએ તુલસીરામને રામકથા સંભળાવી પરંતુ બાળક રામકથા રામકથા સારી રીતે
ન સમજી શક્યા.
-તુલસીરામના લગ્ન રત્નાવલી નામની ખૂબ જ સુંદર કન્યા સાથે થયા હતા. લગ્ન
સમયે તુલસીરામની ઉંમર 29 વર્ષ હતી. લગ્ન પછી તરત જ તુલસીરામ ગોના(આણુ)
કર્યા વગર કાશી ચાલ્યા આવ્યા અને અધ્યયનમાં જોડાઈ ગયા. આ પ્રકારે એક દિવસ
તેમને પોતાની પત્ની રત્નવલીની યાદ આવી અને તેઓ તેને મળવા માટે વ્યાકૂળ થઈ
ગયા. ત્યારે તેઓ પોતાના ગુરુજીની આજ્ઞા લઈને પત્ની રત્નાવલીને મળવા
પહોંચ્યા.
-રત્નાવલી પીયરમાં હતી અને જ્યારે તુલસીરામ તેમના ઘરે પહોંચ્યા ત્યારે
યમુના નદીમાં ભયંકર પુર આવ્યું હતું અને તેઓ નદીમાં તરીને રત્નાવલીના ઘરે
પહોંચ્યા. તે સમયે ભયંકર અંધારું છવાયેલું હતું. જ્યારે તુલસીરામ પત્નીના
શયનખંડનમાં પહોંચ્યા ત્યારે રત્નાવલી તેમને જોઈને આશ્ચર્યચિકત થઈ ગઈ.
લોક-લજ્જાની ચિંતાથી તેણે તુલસીરામને પાછા જોવાનું કહ્યું.
-જ્યારે તુલસીરામ પાછા જવા તૈયાર ન થયા ત્યારે રત્નાવલીએ તેમને એક દોહો સંભળાવ્યો, તે દોહો આ પ્રકારે છે…
अस्थि चर्म मय देह यह, ता सों ऐसी प्रीति!
नेकु जो होती राम से, तो काहे भव-भीत?
આ દોહો સાંભળતા જ તુલસીરામ તે સમયે જ રત્નાવલીને પિતાના ઘરે જ છોડીને
પાછા પોતાના ગામ રાજાપુરમાં આવી ગયા. જ્યારે તેઓ રાજાપુરમાં પોતાના ઘરે
પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતા નથી રહ્યા. ત્યારે તેમને
પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તે ગામમાં લોકોને શ્રીરામ કથા સંભળાવવા
લાગ્યા.
-સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. થોડો સમય રાજાપુરમાં રહ્યા પછી તેઓ
ફરીથી કાશી પાછા આવ્યા અને ત્યાં રામ-કથા સંભળાવવા લાગ્યા. આ દરમિયાન
તુલસીરામે એક દિવસ મનુષ્યના વેશમાં એક પ્રેત મળ્યો, જેને તેમને હનુમાનજીની
જગ્યા બતાવી. હનુમાનજી સાથે મળીને તુલસીરામે તેમને શ્રીરામના દર્શન
કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીને કહ્યું કે ચિત્રકૂટમાં રઘુનાથજી
દર્શન થશે. ત્યારબાદ તુલસીદાસ ચિત્રકૂટ તરફ ચાલી નિકળ્યા.
-ચિત્રકૂટ પહોંચીને તેમને રામઘાટ ઉપર પોતાનું આસન જમાવ્યું. એક દિવસ
પ્રદક્ષિણા કરીને નિકળ્યા જ હતા કે તેમને જોયું કે બે ખૂબ જ સુંદર
રાજકુમારો ઘોડા ઉપર સવાર થઈને ધનુષ-બાણ લઈને જઈ રહ્યા છે. તુલસસીદાસ તેમને
જોઈને આકર્ષિત થઈ ગયા, પરંતુ તેઓ ઓળખી ન શક્યા કે તેઓ જ શ્રીરામ અને
લક્ષ્મણ છે.
-ત્યારબાદ હનુમાનજીએ આવીને બતાવ્યું કે ત્યારે તુલસીદાસજીએ પશ્ચાતાપ
થયો. ત્યારે હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે સવારના સમયે ફરીથી
શ્રીરામના દર્શન કરી શકશે.
-ત્યારબાદ આગળના દિવસે સવાર-સવારમાં શ્રીરામ ફરીથી પ્રગટ થયા. ત્યારબાદ
તેઓ એક બાળકના રૂપમાં તુલસીદાસની સમક્ષ આવ્યા. શ્રીરામે બાળક રૂપમાં
તુલસીદાસજીને કહ્યું કે, તેમને ચંદન જોઈએ. આ બધુ હનુમાનજી જોઈ રહ્યા હતા
અને તેમને વિચાર્યું કે તુલસીદાસ આ વખતે શ્રીરામને ઓળખી નથી શક્યા. ત્યારે
બજરંગબલીએ એક દોહો કહ્યો…
चित्रकूट के घाट पर, भइ सन्तन की भीर।
तुलसीदास चन्दन घिसें, तिलक देत रघुबीर॥
तुलसीदास चन्दन घिसें, तिलक देत रघुबीर॥
-આ સાંભળીને તુલસીદાસજી શ્રીરામજીના અદ્ભૂત દર્શન કર્યા. શ્રીરામના
દર્શન કરીને તુલસીદાસજી સુધ-બુધ ખોઈ બેઠા. ત્યારે ભગવાન રામે પોતે જ પોતાના
હાથથી ચંદન લઈને પોતાના મસ્તક ઉપર તથા તુલસીદાસજીના મસ્તક ઉપર લગાવ્યું
અને અન્તર્ધ્યાન થઈ ગયા.
-સંવત 1628માં તુલસીદાસ હનુમાનજીની આજ્ઞા લઈને અયોધ્યા તરફ ચાલી
નિકળ્યા. રસ્તામાં તે સમયે પ્રયાસમાં માઘનો મેળો લાગેલો હતો. તુલસીદાસજી
થોડા દિવસ માટે ત્યાં રોકાયા. મેળામાં એક દિવસ તુલસીદાસજીએ કોઈ વટવૃક્ષની
નીચે ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં પણ એ જ કથા થઈ રહી
હતી જે તમને સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ દ્વારા સાંભળી હતી.
-મેળો સમાપ્ત થતા જ તુલસીદાસ પ્રયાસથી ફરી કાશી આવી ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહીને તેમની અંદર કવિત્વ શક્તિ જાગૃત થઈ. હવે તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યા. તુલસીદાસ દિવસમાં તેઓ જેટલા પદ રચતા, રાત્રે તેઓ બધુ જ ભૂલી જતા. આ ઘટના રોજ થતી હતી. ત્યારે એક દિવસ ભગવાન શંકરે તુલસીદાસજીના સપનામાં આવીને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં જ કાવ્ય રચના કરો.
-મેળો સમાપ્ત થતા જ તુલસીદાસ પ્રયાસથી ફરી કાશી આવી ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહીને તેમની અંદર કવિત્વ શક્તિ જાગૃત થઈ. હવે તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યા. તુલસીદાસ દિવસમાં તેઓ જેટલા પદ રચતા, રાત્રે તેઓ બધુ જ ભૂલી જતા. આ ઘટના રોજ થતી હતી. ત્યારે એક દિવસ ભગવાન શંકરે તુલસીદાસજીના સપનામાં આવીને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં જ કાવ્ય રચના કરો.
-ઊંઘમાંથી જાગીને તુલસીદાસજીએ જોયું કે તે સમયે ભગવાન શિવ અને પાર્વતી
તેમની સામે જ પ્રગટ થયા છે. પ્રસન્ન થઈને શિવજીને કહ્યું – તમે અયોધ્યા
જઈને રહો અને હિંદીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતાઓ
સામવેદ સમાન થઈ જશે.
-ત્રેતાયુગમાં રામ જન્મ થયો હતો. એ દિવસે સવારના સમયે તુલસીદાસજીએ
શ્રીરામચરિત માનસની રચનાની શરૂઆત કરી. બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ
દિવસમાં આ અદભૂત ગ્રંથની રચના થઈ. 1633 માર્ગશીર્ષ શુક્લપક્ષમાં
રામ-વિવાહના દિવસે સાત કાંડ પૂર્ણ થયા.
જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય:
જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે
અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને
ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ
ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો
બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.
હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન
ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે.
જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે
ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી
રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન
ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.
જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો
સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ
રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।
આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું
પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ,
બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.
-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી
શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો
ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે.
જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા
સાંભળી શકો છો.
જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.
भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।
महाबीर जब नाम सुनावे।
આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.
સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.
જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.
नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।
जो सुमिरे हनुमंत बलबीरा।।
આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ
માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે
છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.
જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં
વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ
પંક્તિનો જાપ કરવો જોઈએ.
अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।
अस बर दीन जानकी माता।।
આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને
માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય
છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.