ફોર્મ અને લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
પ્રતિ,
આચાર્ય શ્રી,
જય વિજ્ઞાન...
ગ્રામ્ય વિસ્તારમાં વૈજ્ઞાનીક જાગૃતતા દ્વારા અંધશ્રધ્ધા નિર્મુલન થઈ શકે તેવા હેતુથી નહેરુ સાયન્સ સેન્ટર, મુંબઈ દ્વારા ‘નેશનલ સાયન્સ ડ્રામા – ૨૦૧૭’ નું આયોજન પ્રથમ જીલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ થનાર છે. ભાવનગર જીલ્લામાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા જીલ્લા કક્ષાના સાયન્સ ડ્રામાનું આયોજન કરવામાં આવનાર છે.
*સ્પર્ધાના વિષયો:*
*૧. સ્વચ્છ ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સંભવિત ભૂમિક*
*૨. નદીઓની સફાઈ*
*૩. ડીજીટલ ઇન્ડિયા* *૪. હરિયાળી ઊર્જા*
સ્પર્ધાની વિગતો અને નિયમો :
૧. નાટક ગુજરાતી, હિન્દી, અથવા અંગ્રેજી ભાષામાં ભજવી શકાશે.
૨. દરેક શાળાએ પોતાના નાટકની સ્ક્રીપ્ટ હિન્દી, ગુજરાતી અથવા એંગ્રેજી ભાષામાં લખીને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રને એન્ટ્રી સાથે ફરજીયાત જમાં કરાવવાની રહેશે.
૩. એક શાળા દીઠ પ્રાથમિક શાળા માટે ધો. ૮ અને માધ્યમિક શાળા માટે ધોરણ ૯ અને ૧૦ વધુમાંથી વધુ આઠ (૮) વિધાર્થીઓ ભાગ લઈ શકશે.
૪. નાટકની રજુઆત વધુમાં વધુ ૩૦ મિનીટ સુધીમાં કરવાની રહેશે.. સ્ટેજ ગોઠવણી માટે ફક્ત ૫ મીનીટનો સમય આપવામાં આવશે.
૫. નાટક અભિનયને લાગતો પોશાક, ડાન્સ, સંગીત, માઈમ તેમજ મોડેલ્સનો ઉપયોગ કરી શકાશે.
૬. નાટક દરમિયાન લખેલા પોસ્ટર, બેનર, દશ્ય શ્રાવ્ય સાધનો,પાષદ ભૂમિકા,વાપરી શકશે.
૭. નાટકનો ઉદેશ ઉપરોકત વિષય સંદર્ભે વૈજ્ઞાનીક સંદેશો આપતો હોવો જોઈએ.
ગુણાંકન પધ્ધતિ:
૧. અભિનયની રજૂઆત - ૫૦ ગુણ,
૨. વૈજ્ઞાનીક અભિગમ - ૩૦ ગુણ ,
૩. અસરકારકતા- ૨૦ ગુણ.
*નોંધ:* સાયન્સ ડ્રામામાં ભાગ લેવા ઈચ્છતા વિધાર્થીઓની તમામ વિગતો સાથે આપેલ ફોર્મમાં ભરી તા.૩૧-૦૮-૨૦૧૭ સુધીમાં કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર, ‘વિજ્ઞાન ભવન’ પ્લોટ નં. ૨૨૦૬/૪-એ, સંસ્કાર મંડળ, પંજાબ નેશનલ બેંકની ગલી, હિલડ્રાઇવ, ભાવનગર ખાતે ઈ–મેલ(krcscbvn@gamil.com), Whatsapp (9979707221) મોકલી પોતાની શાળાની નોંધની કરાવી લેવી.
વધુ વિગત માટે ફોન ૨૫૭૦૧૧૦/૨૫૭૦૧૧૧ પર સંપર્ક કરવો.
*ભાવનગર ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિધાર્થીઓને આવવા જવાનું બસ ભાડું આપવામાં આવશે.*
સહકારની અપેક્ષા સહ...
ઇતિ શુભમ્,
અપનો જ,
હર્ષદ જોષી,
Co-ordinator,