New gyankunj login process

Download here
જ્ઞાનકુંજ ફેઝ-ર (વર્ષ ર૦૧૯-ર૦)
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ફેઝ-ર (વર્ષ ર૦૧૯-ર૦) અંતર્ગત પ્રથમ અને બીજા તબકકામાં ૬૦૦૦ વર્ગખંડોમાં ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થયેલ છે. આ વર્ગખંડોના લેપટોપમાં પ્રિ-લોડેડ ઇ-કન્ટેન્ટનો ઉપયોગ લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ થકી કરવાનો રહે છે. જે માટે શાળાના મુખ્ય શિક્ષકશ્રીનું Admin Login તેમજ દરેક વર્ગખંડનું Login તૈયાર કરવામાં આવેલ છે. જે શાળાવાર આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. આ જ વિગત એજન્સી દ્વારા દરેક મુખ્ય શિક્ષકશ્રીને SMSથી તેમજ જિલ્લા કક્ષાએ ઇ-મેઇલથી મોકલી આપેલ છે.

વધુમાં, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૧ની જેમ જ કમ્પલેન લોગ કરવા, વર્ગખંડ પ્રવૃત્તિનું ફોટો, વિડીયો, સક્સેસ સ્ટોરી અપલોડ કરવી, મહાનુભાવ દ્વારા થયેલ જ્ઞાનકુંજ વર્ગખંડની મુલાકાતનો પ્રતિભાવ આપવો વગેરે કામગીરી શાળા કક્ષાએથી gyankunj.gujarat.gov.in પર User Name (School UDISE Code) અને Default Password: Gyankunjથી લોગ-ઇન થઇ શકશે. જે માટે મુખ્ય શિક્ષકશ્રીએ પ્રથમવાર લોગ-ઇન થઇ પાસવર્ડ બદલી શાળામાં જેટલા જ્ઞાનકુંજ વર્ગખંડ હોય તેટલા નોડલ શિક્ષકશ્રીની વિગત નાંખી યુઝર-પાસવર્ડ બનાવવાના રહેશે.