આભારસહ સૌજન્ય :- મિથુન પટેલ
બાળમેળો એ ભાગ લેનાર બાળકો માટેની આનંદયાત્રા છે. તથા તેના સર્વાંગી વિકાસ માટેનો અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ-અલગ દિશા ખૂલે છે. જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું આપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બની પાંગરે છે. બાળમેળા એ તો બાળકોને અભિવયકિત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. આ પ્રકારના બાળમેળા જીસીઇઆરટી દ્વારા ગુજરાત રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળામાં યોજાય છે. પરિણામે નાંમાકન, સ્થાયી કરણ અને ગુણવત્તા સુધારણા વધવા પામી છે.
બાળમેળાનો હેતુ:
- બાળકોની ક્રિયાશીલતાને પોષાય
- બાળકોની જિજ્ઞાશા જાગૃત થાય
- બાળકોની સામૂહિક ભાવના વિકસે
- બાળકોની સર્જનવૃત્તિ સંતોષાય
- બાળકોની વિચારશકિત વિકસે
- બાળકો અંતઃતૃપ્તિ અનુભવે
- બાળકોનો આત્મવિશ્વાસ વધે
- બાળકોને અભિવ્યકત થવાની તક મળે
- વ્યવસ્થા, શિસ્ત, સમયપાલન, ચોકસાઇ, સ્વચ્છતા જેવા ગુણો વિકસે
બાળમેળાની પ્રવૃત્તિ:
ગીત - સંગીત – અભિનય, બાલરમત, બાલવાર્તા, બાલનાટક, માટીકામ, છાપકામ, ચિત્રકામ, રંગપૂરણી, ગડીકામ,કાતરકામ, ચીટકકામ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, જાદુનગરી, ભાષા-ગણિત શિક્ષણ
બાળમેળાનું આયોજન:
- ઉપર દર્શાવેલ પ્રવૃત્તિઓ મુજબ એક તજજ્ઞ પસંદ કરવા.
- પ્રવૃત્તિદિઠ અલગ અલગ વર્ગખંડ રાખવા.
- બાળકોની સંખ્યા પ્રમાણેના ગ્રુપ પાડવા.
- દરેક પ્રવૃત્તિના સ્ટોલ/વર્ગખંડમાં બાળકોના ગ્રુપને મોકલવા.
- ત્રીસ મીનીટ બાદ બેલ વાગે એટલે બાળકોનું ગ્રુપ એક પ્રવૃત્તિના વર્ગખંડમાંથી નીકળી બીજા પ્રવૃત્તિના વર્ગખંડમાં જાય. આવી રીતે દર ત્રીસ મીનીટે બાળકોના ગ્રુપ બદલવા.
- બાળમેળામાં જાડાયેલ બાળકો માટે નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરવી.
બાળમેળાથી થતા ફાયદા:
- ગીત-સંગીત દ્વારા બાળકો તાલબધ્ધ રીતે ગાતા શીખે છે.
- બાલરમત દ્વારા એકાગ્રતા, ધીરજ, સહિષ્ણુતા, શિસ્ત, વ્યવસ્થા, નિયમપાલન, સહકાર અને ખેલદીલી જેવા ગુણોનો વિકસે છે.
- બાલનાટક દ્વારા વકતૃત્વશકિતનો વિકાસ થાય છે. તેમજ અભિનય કૌશલ્ય વિકસે છે.
- માટીકામ દ્વારા આંખ અને હાથના આંગળાઓનું સામંજસ્ય કેળવાય છે. જે વસ્તુનું સર્જ કયું હોય તે વસ્તુ વિશે વિશેષ જ્ઞાન મેળવે છે.
- છાપકામ દ્વારા સર્જનશકિત અને હસ્તકૌશલ્યનો વિકાસ થાય છે. તેમજ રંગોથી પરિચિત થાય છે.
- ચિત્રકામ દ્વારા આંગળાના સ્નાયુઓ કેળવાય છે અને સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે. લેખનકાર્ય સુંદર બને છે.
- રંગપૂરણીથી સ્વચ્છતા અને ચોકસાઇના ગુણો વિકસે છે. મિશ્ર રંગો બનાવતા શીખે છે.
- ગડીકામથી નકામી વસ્તુઓનો ઉપયોગ કરતા શીખે છે.રચનાત્મક કલ્પનાઓનો વિકાસ થાય છે.
- આ રીતે દરેક પ્રવૃત્તિ માંથી બાળકનો સર્વાંગી વિકાસ થાય.
બાળમેળા માટે ડાઉનલોડ કરી શકાય તેવું સાહિત્ય :