===================================
૩૧ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૨૭ – છેલ્લી ફોર્ડ મોડેલ ટી (Ford Model T)મોટરનાં ઉત્પાદન સાથે કુલ ૧૫,૦૦૭,૦૦૩ મોટરો આ મોડેલની તૈયાર કરાઇ.
- ૧૯૩૧ – પાકિસ્તાનનાં ક્વેટા શહેરમાં ૭.૧ ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો,જેમાં ૪૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થયા.
- ૧૯૬૧ – દક્ષિણ આફ્રિકા (South Africa) ગણતંત્રની રચના થઇ.
- ૧૯૩૧ - ભગવતીકુમાર શર્મા, ગુજરાતી સાહિત્યકાર.
- વિશ્વ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day)
જન્મ
અવસાન ----------- .....
તહેવારો અને ઉજવણીઓ
===================================
૩૦ - મે મહત્વની ઘટનાઓ
- ૧૮૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.
- ૧૯૨૧ - સુરેશ જોષી, ગુજરાતી સાહિત્યકાર.
- ૧૯૫૦ – પરેશ રાવલ (Paresh Rawal), અભિનેતા અને નાટ્યકલાકાર.
- ૧૯૭૦ – નેશ વાડિયા (Ness Wadia), ભારતીય ઉદ્યોગપતી.
- ૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન (Ziaur Rahman), બાંગ્લાદેશનાં પ્રમુખ. (જ. ૧૯૩૬)
જન્મ
અવસાન
===================================
૨૯ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૬૪ – ઇઝરાયેલ (Israel)માં પેલેસ્ટાઇનની પરીસ્થીતિની ચર્ચા કરવા માટે,પૂર્વ જેરૂસલેમમાં,આરબ સંઘની બેઠક મળી.જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (Palestinian Liberation Organization)ની રચનાની પહેલ કરવામાં આવી.
- ૧૯૯૯ – અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.
જન્મ
- ૧૯૧૭ – જોહન એફ.કેનેડી (John F. Kennedy), અમેરિકાનાં ૩૫ માં પ્રમુખ. (અ. ૧૯૬૩)
અવસાન ------------
તહેવારો અને ઉજવણીઓ
- સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના દિન (International Day of United Nations Peacekeepers)
- નેપાળ: ગણતંત્ર દિવસ
===================================
૨૮ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૫૨ – ગ્રીસમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
- ૧૯૫૩ - લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, ભાવનગર જિલ્લો,ગુજરાત, ની સ્થાપના.
- ૧૯૬૪ – પેલેસ્ટાઇન મુક્તિ મોર્ચા (Palestine Liberation Organization)ની સ્થાપના થઇ.
- ૧૯૯૮ – પરમાણું પરીક્ષણઃ ભારતનાં પરમાણુ પરીક્ષણનાં પ્રત્યાઘાત રૂપે,પાકિસ્તાને પણ પાંચ પરમાણુ ધડાકાઓ કર્યા.
- ૨૦૦૨ – 'માર્સ ઓડિસ્સી' નામક અવકાશ યાને,મંગળ પર બરફના વિશાળ જથ્થાનાં ચિહ્નો શોધી કાઢ્યા.
- ૨૦૦૮ – નેપાળ બંધારણ સભાનીં પ્રથમ બેઠક મળી,જેમાં નેપાળને વિધિવત ગણતંત્ર જાહેર કરાયું,આ સાથે ૨૪૦ વર્ષ જુના 'શાહ વંશ'નાં શાસનનો અંત થયો.
જન્મ
- ૧૯૨૩ – એન.ટી.રામારાવ (Nandamuri Taraka Rama Rao), ભારતીય અભિનેતા અને રાજદ્વારી (અ. ૧૯૯૮)
અવસાન
- ૨૦૦૪- દીપકભાઈ પ્ર. મેહતા, ગુજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્દ
- ૨૦૧૦- ડેનીસ હાપર, હોલીવુડ અભિનેતા (સ્પીડ ફિલ્મ).
===================================
૨૭ - મે મહત્વની ઘટનાઓ --------------
- ૧૯૬૪ – જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru), ભારતના પ્રથમ વડાપ્રધાન (જ. ૧૮૮૯)
જન્મ -----------------
અવસાન
===================================
૨૬ - મે મહત્વની ઘટનાઓ
- ૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator),જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
- ૧૯૨૮ – એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
- ૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,'એપોલો ૧૦' યાન, પૃથ્વી પર પરત ફર્યું.
- ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી.
- ૨૦૧૪ - ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.
જન્મ
- ૧૮૯૪ - અંબાલાલ પુરાણી, ગુજરાતી સાહિત્યકાર,વ્યાયામવીર.
- ૧૯૧૭ - હરિવલ્લભ ભાયાણી, ગુજરાતી સાહિત્યકાર.
===================================
૨૫ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૫૫ – બ્રિટિશ આરોહકો દ્વારા,વિશ્વનાં ત્રીજા ઉંચા પર્વત,કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.
- ૧૯૬૧ – એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ 'જોહન એફ.કેનેડી'એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.
- ૧૯૭૭ – સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.
- ૨૦૦૧ – કોલોરાડોનાં ૩૨ વર્ષના 'એરિક વૈહેનમાયર' (Erik Weihenmayer), એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.
- ૨૦૦૯ – ઉત્તર કોરિયા (North Korea)એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.
જન્મ
- ૧૪૫૮ – મહમદ બેગડો (Mahmud Begada), ગુજરાતનો સુલ્તાન (અ. ૧૫૧૧)
- ૧૮૮૬ – રાસ બિહારી બોઝ (Rash Behari Bose), સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૫)
- ૧૯૨૬ - ધીરૂબેન પટેલ, ગુજરાતી સાહિત્યકાર.
===================================
૨૪ - મે મહત્વની ઘટનાઓ
- ૧૮૪૪ – સેમ્યુઅલ મોર્સે અમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર 'આલ્ફ્રેડ વેઇલ'ને, બાલ્ટિમોરમાં, તાર (મોર્સકોડ) દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: "What hath God wrought" (બાઇબલ ઉદ્ધરણ ૨૩:૨૩).
- ૧૮૮૩ – ૧૪ વર્ષનાં બાંધકામ બાદ,ન્યુયોર્ક શહેરમાં 'બ્રુકલિન બ્રિજ' જાહેર આવાગમન માટે ખુલ્લો મુકાયો.
- ૧૯૪૦ – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky)એ સફળતા પૂર્વક એક રોટર વાળા હેલિકોપ્ટર (Helicopter)નું ઉડાન કર્યું.
- ૧૯૭૦ – સોવિયેત યુનિયને, કોલા હોલ (Kola Superdeep Borehole)તરીકે ઓળખાતા સૌથી ઉંડા બોરનું શારકામ શરૂ કર્યું.
- ૨૦૦૧ – ૧૫ વર્ષની ઉંમરનો શેરપા 'તેમ્બા ત્શેરી' સૌથી નાની વયે એવરેસ્ટ પર પહોંચવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.
- ૨૦૦૪ –ઉત્તર કોરિયા (North Korea)એ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ કર્યો..
- ૧૬૮૬ – ગેબ્રિએલ ફેરનહાઇટ (Gabriel Fahrenheit), થર્મોમીટર (Thermometer)નો શોધક. (અ. ૧૭૩૬)
જન્મ
===================================
૨૩ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૨૯ – મિકિ માઉસ (Mickey Mouse)નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજુ થયું.
- ૧૯૯૫ – જાવા પ્રોગ્રામીંગ ભાષાનું પ્રથમ સંસ્કરણ રજુ કરાયું.
- ૧૮૯૯ - લીલાવતી મુન્શી, ગુજરાતી સાહિત્યકાર, કનૈયાલાલ મુનશીનાં ધર્મપત્નિ. (અ.૧૯૭૮)
- ૧૯૧૮ - પી. સી. વૈદ્ય, જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્
- વિશ્વ કાચબા દિવસ (World Turtle Day)
- શિખધર્મ: ગુરુ અમરદાસનો જન્મ દિવસ.
જન્મ
અવસાન -----------
તહેવારો અને ઉજવણીઓ
===================================
૨૨ - મે મહત્વની ઘટનાઓ
- ૧૮૨૬ – ચાર્લસ ડાર્વિન (Charles Darwin)ને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નિકળ્યું.
- ૧૮૯૭ – થેમ્સ નદી (River Thames)ની નીચે બંધાયેલ 'બ્લેકવૉલ ટનલ' (Blackwall Tunnel),અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.
- ૧૯૦૬ – રાઇટ બંધુઓ (Wright brothers)ને,"ફ્લાઇંગ મશીન" તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે,અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યા.
- ૧૯૭૨ – 'સિલોને' નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું (Commonwealth of Nations) સભ્ય બન્યું.
- ૧૯૯૦ – માઇક્રોસોફ્ટ (Microsoft) દ્વારા 'વિન્ડોઝ ૩.૦' (Windows 3.0) 'ઓપરેટીંગ સિસ્ટમ' (Operating system)મુકવામાં આવી.
- ૧૯૪૦ - એરોપલ્લી પ્રસન્ના, ભારતીય ક્રિકેટર
- ૧૭૭૨ – રાજા રામમોહનરાય,સમાજ સુધારક (અ. ૧૮૩૩)
- ૧૯૯૧ : શ્રીપાદ અમૃત ડાંગે, ભારતીય સામ્યવાદી નેતા તેમ જ કામદાર આગેવાન.
- આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિન (International Day for Biological Diversity)
- શ્રીલંકા: ગણતંત્ર દિવસ
જન્મ
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
===================================
૨૧ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૨૭ – ચાર્લસ લિંડબર્ગએ 'લા બુર્ગેટ ફિલ્ડ',પેરિસમાં ઉતરાણ કર્યું. તેમણે અવિરામ એકલ ઉડાન દ્વારા પ્રથમ વખત એટલાન્ટીક મહાસાગર પાર કર્યો.
- ૧૯૩૨ – ખરાબ હવામાનને કારણે 'એમિલિયા એરહાર્ટ'ને ઉત્તર આયર્લેન્ડના પાસ્ચરમાં ઉતરાણ કરવું પડ્યું,તો પણ તે,એકલ અવિરામ ઉડાન દ્વારા, એટલાન્ટીક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા બની.
- ૧૯૩૭ – આર્કટિક મહાસાગર (Arctic Ocean)નાં તરતા બરફ (drift ice) પર, 'સોવિયેત સ્ટેશન' નામનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર બન્યું.
- ૧૯૯૧ – ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની,મદ્રાસ નજીક 'શ્રી પેરામ્બદુર'માં, મહિલા આત્મઘાતી બોમ્બર મારફત હત્યા કરાઇ.
- ૧૯૯૮ – 'સુહાર્તો' (Suharto), ઇન્ડોનેશિયાના સરમુખત્યારે,૩૨ વર્ષનાં શાસન બાદ,રાજીનામું આપ્યું.
- ૨૦૦૪ – શેરપા પેમ્બા દોરજીએ ૮ કલાક અને ૧૦ મિનિટમાં એવરેસ્ટ સર કર્યો. અને તેમના નજીકનાં હરીફ શેરપા લાક્પા ગેલુનો ગત વર્ષનો કિર્તિમાન વટાવ્યો.
જન્મ
અવસાન
- ૧૯૯૧ – રાજીવ ગાંધી (Rajiv Gandhi), ભારતના વડાપ્રધાન (જ. ૧૯૪૪)
તહેવારો અને ઉજવણીઓ
- સાંસ્કૃતિક વિવિધતા માટે સંવાદ અને વિકાસ દિવસ (World Day for Cultural Diversity for Dialogue and Development)
===================================
૨૦ - મે મહત્વની ઘટનાઓ
- ૫૨૬ – સિરિયા (Syria) અને અન્ટિઓચિયા (Antiochia)માં આવેલ ધરતીકંપમાં લગભગ ૩૦૦,૦૦૦ માણસોએ જીવ ગુમાવ્યો.
- ૧૪૯૮ – પોર્ટુગીઝ સફરી વાસ્કો દ ગામા (Vasco da Gama),ભારતનાં કોઝિકોડે ( જે પહેલાં કાલિકટ તરીકે ઓળખાતું) બંદરે પહોંચ્યો.
- ૧૬૦૯ – શેક્સપિયરનાં સોનેટો (Shakespeare's Sonnets)નું,લંડનમાં પ્રથમ પ્રકાશન થયું.
- ૧૮૭૩ – 'લેવિ સ્ટ્રોસ' (Levi Strauss) અને 'જેકબ ડેવિસ' (Jacob Davis) દ્વારા તાંબાનાં રિવેટ વાળા "બ્લુ જિન્સ" (Jeans) નાં 'પેટન્ટ અધિકારો' પ્રાપ્ત કરાયા.
- ૧૮૯૧ – ચલચિત્રોનો ઇતિહાસ: થોમસ એડિસન (Thomas Edison)દ્વારા પ્રથમ વખત 'કાઇનેટોસ્કોપ (Kinetoscope) (ચલચિત્ર દર્શાવતું પ્રથમ પ્રાથમિક સાધન)નું જાહેર નિદર્શન કરાયું.
- ૧૯૨૭ – ન્યુયોર્કનાં 'લોંગ આઇલેન્ડ'નાં 'રૂઝવેલ્ટ ફિલ્ડ' પરથી, સવારે ૦૭:૫૨ વાગ્યે, ચાર્લસ લિંડબર્ગે (Charles Lindbergh) ઉડ્યન કર્યું, આ દુનિયાનું સર્વપ્રથમ અવિરામ એકલ ઉડ્યન હતું જેમાં તેણે એટલાન્ટીક મહાસાગર પાર કરી અને પેરિસનાં 'લા બુર્ગેટ ફિલ્ડ' (Le Bourget Field)પર, બીજે દિવસે રાત્રે ૧૦:૨૨ વાગ્યે ઉતરાણ કર્યું.
- ૧૯૮૩ –'લ્યુક મોન્ટેગ્નર' (Luc Montagnier) અને 'રોબર્ટ ગાલો' (Robert Gallo) દ્વારા,'જર્નલ સાયન્સ'માં,એચ.આઇ.વી.વાયરસ (HIV virus)ની શોધ પ્રકાશીત કરાઇ, આ વાઇરસ એઇડ્સ (AIDS)ની બિમારી માટે કારણરૂપ છે.
===================================
૧૯ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૧૨ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ભાવનગરના છેલ્લા રાજવીનો જન્મ.
જન્મ
- ૧૯૧૨ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ભાવનગરના છેલ્લા રાજવી
- ૧૯૩૪ – રસ્કિન બોન્ડ (Ruskin Bond), ભારતીય લેખક
અવસાન -----------
તહેવારો અને ઉજવણીઓ
- વિશ્વ હેપેટાઇટિસ દિવસ World Hepatitis Day)
===================================
૧૮ - મે મહત્વની ઘટનાઓ
- ૧૪૯૮ – વાસ્કો દ ગામા (Vasco da Gama) ભારતનાં કાલિકટ બંદરે પહોંચ્યો.
- ૧૮૦૪ – ફ્રેન્ચ સેનેટે નેપોલિયન બોનાપાર્ટ (Napoleon Bonaparteને શહેનશાહ ઘોષિત કર્યો.
- ૧૮૯૭ – ડ્રાક્યુલા (Dracula), આઇરિશ લેખક 'બ્રામ સ્ટોકર'ની નવલકથા પ્રકાશિત કરાઇ.
- ૧૯૧૦ – પૃથ્વી હેલિના ધૂમકેતુ (Comet Halley)ની પૂંછડીમાંથી પસાર થઇ.
- ૧૯૫૮ – 'એફ-૧૦૪ સ્ટારફાઇટર' વિમાને ૨,૨૫૯.૮૨ કિમી/કલાક ની ઝડપનો વિશ્વકિર્તિમાન બનાવ્યો. (F-104 Starfighter)
- ૧૯૬૯ – 'એપોલો ૧૦'નું પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૪ – અણુ પરીક્ષણ કાર્યક્રમ: સ્માઇલિંગ બુદ્ધ (Smiling Buddha) પરિયોજના હેઠળ, ભારતે સફળતાપૂર્વક તેમનાં પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો. આ સાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠું રાષ્ટ્ર બન્યું.
- ૧૯૯૦ – ફ્રાન્સમાં, સુધારેલ ટી.જી.વી. ટ્રેન ૫૧૫.૩ કિમી/કલાકની ઝડપે દોડી અને નવો વિશ્વકિર્તિમાન સ્થાપિત કર્યો.
- ૨૦૦૬ – નેપાળમાં,લોકતંત્ર આંદોલન બાદ, સરકારે રાજાશાહી ખતમ કરી અને નેપાળને બિનસંપ્રદાયક રાજ્ય બનાવતો ખરડો પસાર કર્યો.
- ૨૦૦૯ – વેલુપિલ્લઇ પ્રભાકરન (Velupillai Prabhakaran) મરાયો, શ્રીલંકાનું ગૃહયુદ્ધ સમાપ્ત થયું.
- ૨૦૦૯ - 'મુંબઇ સ્ટોક એક્ષચેંજ'(BSE) નો શેર સુચકાંક (સેન્સેક્ષ),ભારે તેજીને પગલે, ૨૦૯૯ પોઇંટ વધ્યો. અપર સર્કિટના કારણે શેરબજારનું કામકાજ સ્થગિત કરાયું. ભારતીય શેરબજારનો, એકજ દિવસનો, આ સૌથી મોટો વધારો ગણાયો.
જન્મ
- ૧૯૨૬ - નિરંજન ભગત, ગુજરાતી કવિ.
અવસાન -------------
તહેવારો અને ઉજવણીઓ
- વિશ્વ સંગ્રહાલય દિવસ (International Museum Day)
- વિશ્વ એઇડ્સ રસી દિન (World AIDS Vaccine Day)
===================================
૧૭ - મે મહત્વની ઘટનાઓ
- ૧૭૯૨ – ન્યુયોર્ક શેર બજારની રચના થઇ.
- ૧૮૬૫ – "આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન"(International Telegraph Union) (જે પછીથી આંતરરાષ્ટ્રીય દુરસંચાર સંઘ (International Telecommunication Union)માં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ.
- ૧૯૯૨ – વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સમલૈંગિકતા (Homosexuality)ને પોતાના માનસિક બિમારીની યાદીમાંથી દુર કરી.
- ૧૯૫૧ - પંકજ ઉધાસ
- વિશ્વ દૂરસંચાર દિવસ (World Telecommunication Day) (જે હવે નીચેના નામે ઉજવાય છે)
- વિશ્વ માહિતી સંસ્થા દિવસ (World Information Society Day)
જન્મ
અવસાન ------------
તહેવારો અને ઉજવણીઓ
===================================
૧૬ - મે મહત્વની ઘટનાઓ
- ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.
- ૧૯૧૨ – 'હેરિએટ ક્વિમ્બી'(Harriet Quimby),હવાઇ જહાજ દ્વારા ઉડીને 'ઇંગ્લિશ ખાડી' પસાર કરનાર પ્રથમ મહિલા બની.
- ૧૯૧૯ – જલિયાવાલા બાગ હત્યાકાંડનાં વિરોધમાં,ગાંધીજીએ "પ્રાર્થના અને અનશન" દિવસ મનાવ્યો.
- ૧૯૭૨ – 'એપોલો ૧૬' અવકાશયાનનું,'કેપ કાનવેરલ',ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૦૩ - સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઇ), ગુજરાતી કવિ. (અ.૧૯૯૧)
- ૧૯૬૩ – સલીમ મલિક, પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી.
- ૧૯૭૮ – લારા દત્તા, ચલચિત્ર અભિનેત્રી.
- ૧૮૫૦ – મેરી તુસાદ(Marie Tussaud), 'મેડમ તુસાદનું મીણનાં પુતળાઓનું સંગ્રહાલય'નાં સ્થાપક.(જ. ૧૭૬૧)
જન્મ
અવસાન
===================================
૧૫ - મે મહત્વની ઘટનાઓ
- ૧૬૧૮ – જોહાનિસ કેપ્લરે (Johannes Kepler) તેમના અગાઉ નકારેલા "ગ્રહોની ગતિનો ત્રીજા નિયમ" (third law of planetary motion)ની શોધને પુષ્ટિ આપી.(આ નિયમ તેમણે માર્ચ ૮ના શોધેલો,પરંતુ અમુક પ્રારંભિક ગણતરીઓ કર્યા બાદ તુરંત નકારેલો)
- ૧૯૨૮ – મીકિ માઉસ (Mickey Mouse)નું પ્રથમ કાર્ટૂન ચલચિત્ર,'પ્લેન ક્રેઝી'નું પ્રિમિયર યોજાયું.
- ૧૯૪૦ – 'મેકડોનાલ્ડે','સાન બર્નાર્ડિનો,કેલિફોર્નિયા,અમેરિકામાં,પોતાનું પ્રથમ રેસ્ટૉરૉં (ભોજનાલય) ખોલ્યું.
- ૧૯૫૮ – સોવિયેત યુનિયને'સ્પુતનિક ૩'નું પ્રક્ષેપણ કર્યું.
- ૧૯૬૦ – સોવિયેત યુનિયને 'સ્પુતનિક ૪'નું પ્રક્ષેપણ કર્યું.
જન્મ
- ૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર (Debendranath Tagore), ભારતીય ધર્મ સુધારક (અ. ૧૯૦૫)
- ૧૯૦૭ – સુખદેવ થાપર, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
- ૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે (Tenzing Norgay), (અપનાવાયેલ જન્મતારીખ) શેરપા પર્વતારોહક,પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. (અ. ૧૯૮૬)
- ૧૯૨૩ – જોની વોકર (Johnny Walker), ભારતીય અભિનેતા (અ. ૨૦૦૩)
- ૧૯૭૪ – શાઇની આહુજા (Shiney Ahuja), ભારતીય અભિનેતા
- ૧૯૬૭ - માધુરી દીક્ષિત, -ભારતીય અભિનેત્રી
અવસાન ---------
તહેવારો અને ઉજવણીઓ
- આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Day of Families)
- શિક્ષક દિન (Teacher's Day),મેક્સિકો (Día del Maestro) અને દક્ષિણ કોરિયા (스승의 날) માં.
===================================
૧૪ - મે મહત્વની ઘટનાઓ
- ૧૭૯૬ – એડવર્ડ જેનરે (Edward Jenner) પ્રથમ વખત શીતળા (Smallpox)ની રસીનો પ્રબંધ કર્યો.
- ૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજુરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો.
- ૧૯૭૩ – સ્કાયલેબ (Skylab), અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું.
-
- ૧૯૦૭ – અયુબ ખાન (Ayub Khan), પાકિસ્તાનના પ્રમુખ (અ. ૧૯૭૪)
- ૧૯૨૩ – મૃણાલ સેન (Mrinal Sen), ચલચીત્ર દિગ્દર્શક
- ૧૯૩૬ – વહીદા રેહમાન (Waheeda Rehman), અભિનેત્રી
- ૧૫૭૪ – ગુરુ અમરદાસ (Guru Amar Das), ત્રીજા શીખ ગુરુ (જ. ૧૪૭૯)
જન્મ
અવસાન
===================================
૧૩ - મે મહત્વની ઘટનાઓ
- ૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું (Red Fort) બાંધકામ પુર્ણ થયું.
- ૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky) ચાર એન્જીન વાળું વિમાન (Aircraft) ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.
- ૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.
- ૧૯૫૮ – વેલક્રો (Velcro)નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)
- ૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.
- ૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.
- ૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી' (Balasaraswati), ભારતનાટ્યમ નૃત્યકાર (અ. ૧૯૮૪)
- ૨૦૦૧ – આર.કે.નારાયણ (R.K. Narayan), ભારતીય નવલકથાકાર (જ. ૧૯૦૬)
જન્મ
અવસાન
===================================
૧૨ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૬૫ – સોવિયેત અવકાશયાન "લુના ૫" ચંદ્ર પર ટુટી પડ્યું.
- ૧૮૨૦ – ફ્લોરેન્સ નાઇટિંગલ (Florence Nightingale), બ્રિટિશ પરીચારિકા (અ. ૧૯૧૦)
- આંતરરાષ્ટ્રિય પરીચારિકા દિવસ (International Nurses Day),ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસની યાદમાં મનાવાય છે.
જન્મ
અવસાન -----------
તહેવારો અને ઉજવણીઓ
===================================
૧૧ - મે મહત્વની ઘટનાઓ
- ૧૮૨૦ – એચ.એમ.એસ.બિગલ(HMS Beagle) લૉન્ચ કરાયું, જે જહાજમાં ચાર્લ્સ ડાર્વિન તેની વૈજ્ઞાનિક સફર પર નિકળેલ.
- ૧૮૫૭ – ભારતીય ક્રાંતિ: ક્રાંતિકારીઓએ, બ્રિટિશરો પાસેથી,દિલ્હીનો કબ્જો કર્યો.
- ૧૯૨૪ – 'ગોટ્ટલિબ ડેમલર' અને 'કાર્લ બેન્ઝ'ની બે કંપનીઓનાં એકીકરણ દ્વારા, "મર્સિડિઝ બેન્ઝ" કંપનીનો ઉદય થયો.
- ૧૯૪૯ – ઈઝરાયલ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
- ૧૯૮૪ – મંગળથી પૃથ્વીના પારગમન (Transit of Earth from Mars)ની ખગોળીય ઘટના બની.
- ૧૯૯૭ – 'ડીપ બ્લુ' (IBM Deep Blue) નામક શતરંજ (ચેસ) રમનાર સુપર કમ્પ્યુટરે (Supercomputer), 'ગેરી કાસ્પારોવ'ને હરાવી અને ક્લાસિક મેચ પ્રકારમાં વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડીને હરાવનાર પ્રથમ કમ્પ્યૂટર બન્યું.
- ૧૯૯૮ – ભારતે, પ્રાયોગીક ધોરણે પોખરણમાં, ત્રણ ભુગર્ભીય પરમાણુ વિસ્ફોટ કર્યા.
- ૨૦૧૨ - રમેશ મહેતા, ગુજરાતી ફિલ્મ, હાસ્ય કલાકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા.
અવસાન
===================================
૧૦ - મે મહત્વની ઘટનાઓ
- ૧૮૫૭ – ભારતમાં,મેરઠમાં સિપાઇઓની ટુકડીએ તેમનાં ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનાં મંડાણ થયા.
- ૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ.
- ૧૯૯૪ – નેલ્સન મંડેલા (Nelson Mandela),દક્ષિણ આફ્રિકાનાં પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા.
જન્મ
- ૧૯૮૧ – નમિતા કપૂર (Namitha Kapoor), અભિનેત્રી
તહેવારો અને ઉજવણીઓ
- માતૃદિન (Mother's Day)
===================================
૯ - મે મહત્વની ઘટનાઓ
- ૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા (અમેરિકા)ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.
- ૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે (ટ્રામ !) પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ.
- ૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' (City of Truro),૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.
- ૧૯૨૩- દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો.
- ૨૦૧૦-
- રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.
- પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકારને સિંધ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની જેલ સુધાર સમિતિની બેઠક પછી જેલમાં બંધ ૫ સાલથી વધુ સમય જેલમાં ગુજારી ચુકેલા કેદીઓને દર ત્રણ મહીના બાદ પત્ની સાથે એક રાત રહેવાની અનુમતિ આપવાનો ફેંસલો સુણાવ્યો.
- ભારત દેશની વંદના શિવાને વિકાસશીલ દેશોમાં મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વર્ષ ૨૦૧૦ સિડની શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. એમને ચાર નવેમ્બરના દિવસે સિડની ઓપેરા હાઉસ ખાતે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
- ૧૫૪૦ - મહારાણા પ્રતાપ (અ. જાન્યુઆરી ૨૯, ૧૫૯૭) [૧]
- ૧૮૬૬ – ગોપાલ કૃષ્ણ ગોખલે (Gopal Krishna Gokhale), સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૧૫)
- ૧૯૮૬ – તેનસિંગ નોર્ગે (Tenzing Norgay), માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનાર શેરપા.(જ. ૧૯૧૪)
જન્મ
અવસાન
===================================
૮ - મે મહત્વની ઘટનાઓ
- ૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને'(John Styth Pemberton) કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" (Coca-Cola)ના નામે પ્રસિધ્ધ થયું.
- ૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.
- ૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા (Smallpox)નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.
- ૧૯૧૬ – સ્વામી ચિન્મયાનંદ, આધ્યાત્મિક ગુરુ (અ. ૧૯૯૩)
- વિશ્વ રેડક્રોસ દિન (World Red Cross Red Crescent Day)
- દક્ષિણ કોરિયા (South Korea): વાલિ દિન (Parents' Day)
જન્મ
અવસાન -----------------
તહેવારો અને ઉજવણીઓ
===================================
૭ - મે મહત્વની ઘટનાઓ
- ૧૯૪૬ – 'ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ' (જે પછીથી સોની (જાપાન) (Sony) થી ઓળખાઇ)ની ૨૦ કર્મચારીઓ સાથે સ્થાપના થઇ.
- ૧૯૫૨ – ઇન્ટીગ્રેટેડ સર્કિટ (Integrated circuit)નો વિચાર, તમામ આધુનીક કોમ્પ્યુટરની મુખ્ય જરૂરીયાત, પ્રથમ વખત 'જ્યોફ્રી ડમ્મેરે'(Geoffrey W.A. Dummer) પ્રકાશિત કર્યો.
- ૧૯૯૨ – અવકાશ યાન 'એન્ડોવર'નું પ્રક્ષેપણ કરાયું (STS-49).
- ૨૦૦૭ – મહાન હેરોદ (Herod the Great)ની કબર શોધી કાઢવામાં આવી.
- ૧૮૬૧ – રવિન્દ્રનાથ ટાગોર, લેખક,કવિ, નોબૅલ પારિતોષિક વિજેતા (અ. ૧૯૪૧)
- ૧૯૧૨ – પન્નાલાલ પટેલ, લેખક (અ. ૧૯૮૯)
- ૧૫૩૯ – ગુરુનાનક, શીખ ધર્મના સ્થાપક (જ. ૧૪૬૯)
જન્મ
અવસાન
====================================
૬ - મે મહત્વની ઘટનાઓ
- ૧૬૭૪ – શિવાજી, મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક coronated.
- ૧૮૩૩ – યુ.એસ.નાં પ્રમુખ 'એન્ડ્રુ જેક્શન', રેલ્વે મુસાફરી કરનાર પ્રથમ પ્રમુખ બન્યા.
- ૧૮૮૨ – અરબી સમુદ્રના વાવાઝોડા (Cyclone)થી,મુંબઇનાં બંદરમાં ઉછળેલા સમુદ્રી મોજાઓને કારણે, ૧૦૦,૦૦૦ કરતા વધુ નિવાસિઓની જાનહાનિ થઇ.
- ૧૯૮૪ – ટેટ્રીસ 'વિડિયો ગેમ' પ્રકાશિત કરાઇ.
- ૨૦૦૪ – સંસદની સંયુક્ત બેઠકમાં,ભારતના રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ દ્વારા તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષા જાહેર કરાઇ.
- ૧૯૨૯ – સુનિલ દત્ત (Sunil Dutt), અભિનેતા અને રાજકારણી (અ. ૨૦૦૫)
- ૧૯૬૮: જયંત ખત્રી-ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર
જન્મ
અવસાન
===================================
૫ - મે મહત્વની ઘટનાઓ
- ૧૨૬૦ – કુબ્લાઇ ખાન (Kublai Khan), મોંગોલ સામ્રાજ્ય (Mongol Empire)નો શાસક બન્યો.
- ૧૮૨૧ – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના 'સેન્ટ હેલેના' ટાપુ પર નજરકેદ નેપોલિયન ( Napoleon I)નું મૃત્યુ થયું.
- ૧૮૩૫ – બેલ્જીયમમાં (Belgium), યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' (Brussels) અને 'મેચેલેન' (Mechelen) વચ્ચે શરૂ થઇ.
- ૧૯૨૫ – દક્ષિણ આફ્રિકા (South Africa)ની સરકારે, આફ્રિકાન્સ ભાષા (Afrikaans)ને સત્તાવાર ભાષા જાહેર કરી.
- ૧૯૬૪ – યુરોપિયન સમિતીએ '૫ મે' ને યુરોપ દિન જાહેર કર્યો.
- ૧૪૭૯ – ગુરુ અમરદાસ (Guru Amar Das), ત્રીજા શીખ ગુરુ(અ. ૧૫૭૪)
- ૧૮૧૮ – કાર્લ માર્ક્સ (Karl Marx), જર્મન રાજપુરુષ અને તત્વચિંતક (અ. ૧૮૮૩)
- ૧૯૧૬ - જ્ઞાની ઝૈલસિંઘ, ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.
- ૧૮૨૧ – નેપોલિયન (જ. ૧૭૬૯)
- ૨૦૦૬ – નૌશાદ (Naushad), સંગીતકાર (જ. ૧૯૧૯)
- ૨૦૧૨ - રમણ સુરેન્દ્રનાથ (Raman Surendranath), ભારતીય ક્રિકેટર (જ. ૧૯૩૭)
- આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ (દાયણ=બાળકનો જન્મ, સુવાવડ કરાવનાર મહિલા,નર્સ )
- યુરોપ: યુરોપ દિન
જન્મ
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
============================================
૪ - મે મહત્વની ઘટનાઓ
- ૧૪૯૪ – કોલંબસે (Christopher Columbus) જમૈકા (Jamaica)માં ઉતરાણ કર્યું.
- ૧૭૯૯ – ચોથું એંગ્લો - મૈસૂર યુદ્ધ: શ્રીરંગપટ્ટનમની (Seringapatam) લડાઇ: ટીપુ સુલ્તાન (Tipu Sultan), બ્રિટિશ લશ્કરનાં હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.
- ૧૯૦૪ – અમેરિકા દ્વારા પનામા નહેર (Panama Canal)નું બાંધકામ શરૂ થયું.
- ૧૯૫૩ – અંગ્રેજી ભાષાના સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વે (Ernest Hemingway)ને તેમનાં પુસ્તક "ધ ઓલ્ડમેન એન્ડ ધ સી" માટે પુલિત્ઝર પ્રાઇઝ (Pulitzer Prize) અપાયું.
- ૧૯૭૯ – 'માર્ગારેટ થેચર', યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
જન્મ
- ૧૬૪૯ – બુંદેલખંડ કેસરી તરીકે જાણીતા મહારાજા છત્રસાલ (Maharaja Chhatrasal) (અ. ૧૭૩૧)
અવસાન
- ૧૭૯૯ – ટીપુ સુલ્તાન, (જ. ૧૭૫૦)
- ૧૯૯૧ - ચંદ્રવદન મહેતા, ગુજરાતી સાહિત્યકાર. (જ.૧૯૦૧)
તહેવારો અને ઉજવણીઓ
- આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ (International Firefighters' Day)
- યુ.એસ. – પક્ષી દિન
============================================
૩ - મે મહત્વની ઘટનાઓ
- ૧૪૯૪ – કોલંબસે (Christopher Columbus), જમૈકા (Jamaica) થી ઓળખાયેલ પ્રથમ ભુમિનાં દર્શન કર્યા.
- ૧૮૦૨ - 'વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે સંસ્થાપિત થયું.
- ૧૯૩૭ – 'ગોન વિથ ધ વિન્ડ' (Gone with the Wind), 'માર્ગારેટ મિચેલ' દ્વારા લખયેલ નવલકથાને પુલિત્ઝર પ્રાઇઝ (Pulitzer Prize)મળ્યું.
- ૧૯૩૯ – નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (All India Forward Bloc) નામનાં પક્ષની સ્થાપના કરાઇ.
- ૧૯૭૩ – શિકાગો,અમેરિકાનો શિઅર્સ ટાવર (Sears Tower), વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે સ્થાન પામ્યો.
- ૧૯૭૮ – 'ડિજીટલ ઇકવિપમેન્ટ કોર્પો. દ્વારા,અમેરિકાનાં તમામ 'આર્પાનેટ એડ્રેસ' પર,પ્રથમ વખત જથ્થાબંધ વ્યાપારીક ઇ-મેઇલ મોકલાયા (જે પછીથી "સ્પામ" તરીકે જાણીતા થયા).
- ૨૦૦૨ – રાજસ્થાન પાસે,લશ્કરી મીગ-૨૧ (MiG-21) વિમાન ટુટી પડ્યું, ૮ લોકોનાં મૃત્યુ થયા.
જન્મ
- ૧૯૫૯ – ઉમા ભારતી (Uma Bharati), ભારતીય રાજકારણી
અવસાન
- ૧૯૬૯ – ડૉ. ઝાકીર હુસૈન (Zakir Hussain), ભારતના ૩જા રાષ્ટ્રપતિ, (જ. ૧૮૭૯)
- ૧૯૮૧ - ભારતીય અભિનેત્રી નરગીસ
- ૨૦૦૬ – પ્રમોદ મહાજન (Pramod Mahajan), ભારતીય રાજકારણી (જ. ૧૯૪૯)
તહેવારો અને ઉજવણીઓ
- આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
- વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day)
- બંધારણ દિવસ, પોલેન્ડ,લિથુઆનિયા અને જાપાનમાં.
============================================
૨ - મે મહત્વની ઘટના
- ૧૯૫૨ – વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.
- ૨૦૦૮ – ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.
જન્મ ======
- ૧૮૮૭ - ચુનીલાલ શાહ, ગુજરાતી સાહિત્યકાર. (અ.)
- ૧૯૨૧ – સત્યજીત રે, ચલચિત્ર નિર્દેશક (અ. ૧૯૯૨)
અવસાન =======
તહેવારો અને ઉજવણીઓ
- પોલેન્ડ, ધ્વજ દિન.
- ઈરાન,શિક્ષક દિન.
- ઇન્ડોનેશિયા, રાષ્ટ્રીય શિક્ષણ દિન.
============================================
૧ - મે મહત્વની ઘટના
- ૧૭૫૧ – અમેરિકામાં પ્રથમ ક્રિકેટમેચ રમાઇ.
- ૧૮૩૪ – બ્રિટિશ સંસ્થાનોમાંથી ગુલામી પ્રથા (slavery) સમાપ્ત કરાઇ.
- ૧૮૪૦ – "પેનિ બ્લેક" (Penny Black), પ્રથમ અધિકૃત ટપાલ ટિકિટ,યુનાઇટેડ કિંગડમમાં પ્રગટ કરાઇ.
- ૧૮૮૪ – અમેરિકામાં,દિવસમાં આઠ કલાક કામ કરવાની માંગ જાહેર કરાઇ.
- ૧૯૨૭ – 'ઇમ્પિરીયલ એરલાઇન્સ'ની લંડનથી પેરિસની નિયત ઉડાનમાં,પ્રથમ વખત રાંધેલો ખોરાક અપાયો.
- ૧૯૩૦ – લઘુગ્રહ(dwarf planet) યમનું અધિકૃત રીતે નામકરણ કરાયું.
- ૧૯૩૧ – એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (Empire State Building),ન્યુયોર્ક શહેરને સમર્પિત કરાયું.
- ૧૯૪૮ – ઉત્તર કોરિયા (North Korea)ની સ્થાપના કરાઇ,'કિમ ૨-સુંગ' પ્રથમ પ્રમુખ બન્યા.
- ૧૯૫૬ – 'જોનાસ સાક'(Jonas Salk) દ્વારા નિર્મિત પોલિયોની રસી, જાહેર જનતા માટે ઉપલબ્ધ બની.
- ૧૯૬૦ – મુંબઈ રાજ્યનું વિભાજન કરી, ગુજરાત અને મહારાષ્ટ્રની સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના.
જન્મ
- ૧૯૧૯ – મન્ના ડે, ગાયક કલાકાર.
- ૧૯૪૪ – સુરેશ કલમાડી, રાજકારણી.
- ૧૯૮૮ – અનુષ્કા શર્મા, ચલચિત્ર અભિનેત્રી અને મોડેલ.
અવસાન
- 1993 – રણસિંઘે પ્રેમદાસા (Ranasinghe Premadasa), શ્રીલંકાનાં વડાપ્રધાન.(જ. ૧૯૨૪)
તહેવારો અને ઉજવણીઓ
- ગુજરાત – ગુજરાત દિન
- મહારાષ્ટ્ર, ભારત – મહારાષ્ટ્ર દિન
- મજૂર દિવસ
- વિશ્વ કામદાર દિન