જાબુંવંતજી ગુફા (ભોંયરું) રાણાવાવ








અમરનાથની ગુફામાં જેમ કુદરતી રીતે બરફનું શીવલીંગ બને છે તેમ આદિત્યાણા નજીક આવેલી જાંબુવન ગુફામાં ઉપરથી પાણીના ટીંપા અંદરની માટી અને રેતીમાં પડે છે ત્યારે અનેક સ્વયંભુ શીવલીંગો રચાઈ જાય છે.

જમીનની અંદર આવેલી આ ગુફામાં અનેક શીવલીંગ ઉપરાંત જમણો શંખ, સ્વયંભુ જલધારા અને જાંબુવન પોતાની પુત્રી જાંબુવંતી તથા ચમકતો મણી ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરે છે તેનું ચિત્ર પણ અહીં લોકદર્શનાર્થે મુકાયું છે. ઉનાળાના આકરા તાપમાં પણ ગુફાની અદંર ખુબ ઠંડક રહે છે અને શ્રધ્ધાળુઓ ત્યાં પહોંચીને શીવભક્તિ સાથે રોમાંચ અનુભવે છે.

આ ભોંયરામાંની ઝીણી રેતીને સૂર્યના પ્રકરાશમાં બહાર લાવી જોવામાં આવે તો તેમાં સોનેરી ઝાયવાળુ અબરખનું મિશ્રણ જોવા મળે છે. આ વિસ્તારના ગ્રામજનો એવું માને છે કે આ માટીમાં સોનાના કણો ભળેલા છે. 

આ પ્રકારના શિવલિંગો માત્ર ચૂનાના પાણીના ટપકવાથી બને છે. ખડકોની છતમાંથી એકધારી રીતે હજારો વર્ષ સતત ટપકયા પછી આવું સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે.

આ ઉર્ધ્વસ્તંભ અને અદ્સ્તંભના સ્વયંભુ શિવલિંગની પ્રાપ્તિથી આ ગુફા આપોઆપ હજારો વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન સહેલાઈથી થઈ શકે છે.

લેખ સંદર્ભે - ગુજરાત સમાચાર