CET કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24) ધોરણ ૬

 ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો...

જાહેરનામું વાંચવા માટે અહીં ક્લિક કરો...

કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24) ધોરણ ૬

રાજ્ય સરકરની વિવિધ યોજના અંતર્ગત વિવિધ શાળાઓમાં ધોરણ ૬ માં  પ્રવેશ મેળવવા માટે  કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24)નું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ નિર્ભર શાળાઓના (લાગુ પડતા ધારાધોરણ મુજબ) વિદ્યાર્થીઓને  ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે. 

જેમા વિદ્યાર્થીઓ જે શાળામાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપવા ઈચ્છે છે તે શાળા ફરજીયાત પસંદ કરવાની રહેશે.


જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કુલ્સ

જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કુલ્સ

જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ

મોડેલ સ્કુલ્સ

*રક્ષાશક્તિ સ્કુલ્સ

 ઉપરોક્ત શાળાઓ પૈકી લાગુ પડતા ધારાધોરણ મુજબ વિદ્યાર્થી જે શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તે પૈકી એક અથવા એકથી વધુ શાળાઓ પસંદ કરી શકે છે.


જે વિદ્યાર્થીઓના ફોર્મમાં શાળા પસંદ કરેલ નહીં હોય તે ફોર્મ સબમિટ થઈ શકશે નહીં. આ માહિતી શાળાઓ સુધી સત્વરે પહોંચાડશો.