સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા અહીં ક્લિક કરો.
પાલીતાણા શહેરની 10 સરકારી પ્રાથમિક શાળાનો સમન્વય થઈને બન્યો "સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ". આ કાર્યક્રમમાં પાલીતાણા શહેરની 10 શાળાનાં આચાર્ય, શિક્ષકો અને બાળકો તથા વિજયસિંહ ચૌહાણ ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના કૉ.ઓપ. સદસ્યનાં સહિયારા પ્રયત્નથી એક જોરદાર કાર્યક્રમનું આયોજન થયું.
1. શ્રી સ્વામી વિવેકાનંદ કે. વ. શાળા
2. શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા
3. શ્રી માનસિંહજી પ્રાથમિક શાળા
4. શ્રી તળાવ પ્રાથમિક શાળા
5. શ્રી ભીલવાસ પ્રાથમિક શાળા
6. શ્રી ગણેશનગર પ્રાથમિક શાળા
7. શ્રી ગાયત્રી મંદિર કે. વ. શાળા
8. શ્રી ગુજરાતી પ્રાથમિક શાળા
9. શ્રી ગાયત્રી મંદિર પ્લોટ વિસ્તાર પ્રાથમિક શાળા
10. શ્રી વણકરવાસ પ્રાથમિક શાળા
ઉપરોક્ત 10 શાળાનાં બાળકોનાં સમન્વયથી 10 કૃતિનું નિર્માણ દરેક શાળાનાં શિક્ષક મિત્રો દ્વારા કરાવવામાં આવ્યું.
24.03.2023 નાં રાત્રે 8:00 કલાકે રાત્રી કાર્યક્રમમાં મહેમાનો, વાલીઓ અને વિશાળ મેદાનીની હાજરીમાં કાર્યક્રમની રજુઆત કરવામાં આવી અને જોરદાર પરફોર્મન્સ બાળકો દ્વારા રજુ થયું.