નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે
નમો લક્ષ્મી યોજના નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.
પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...
1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.
2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.
3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે.
4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.
5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.
6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.
7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.
8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશે...
પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો...
GCERT RESOURCE BANK
Sr. No. | Detail |
1 | |
2 | |
3 | |
4 | |
5 | |
6 | શિક્ષક પ્રશિક્ષણ માટે રાષ્ટ્રસ્તરીય અભ્યાસક્રમનું માળખું NCF-TE |
7 | |
8 | |
9 | |
10 | |
11 | |
12 | |
13 | |
14 | |
15 | |
16 | |
17 | |
18 | |
19 | |
20 | |
21 | |
22 | |
23 | |
24 | |
25 | |
26 | |
27 | |
28 | |
29 | |
30 | |
31 | |
32 | |
33 | |
34 | |
35 | |
36 | |
37 | |
38 | |
39 | |
40 | |
41 | |
42 | |
43 | List of Online Courses for classes XI & XII offered by NCERT from April 2021 on SWAYAM Portal |
44 | |
45 | |
46 | |
47 | |
48 | |
49 |
પાઠ્યપુસ્તક
|
RTE ACT
RTE Act in Gujarat State Final
ગુજરાતીમાં ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
Click here to download in English...
વિજ્ઞાન ટેકનોલોજી
સત્ર-2 વિજ્ઞાન સજ્જતા ધોરણ 6 થી 8 Download here
સત્ર-1 વિજ્ઞાન સજ્જતા ધોરણ 6 થી 8 Download here
જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા
એસ.એસ.એ. મહેસાણા
ધોરણ 6 થી 8 નાં બાળકો માટે ખૂબ સરસ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સાહિત્ય...
બાળકો માટે વૈકલ્પિક પ્રકારની પ્રશ્નાવલી...
CET કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24) ધોરણ ૬
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો...
જાહેરનામું વાંચવા માટે અહીં ક્લિક કરો...
કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24) ધોરણ ૬
રાજ્ય સરકરની વિવિધ યોજના અંતર્ગત વિવિધ શાળાઓમાં ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા – 2023-24)નું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ નિર્ભર શાળાઓના (લાગુ પડતા ધારાધોરણ મુજબ) વિદ્યાર્થીઓને ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે.
જેમા વિદ્યાર્થીઓ જે શાળામાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપવા ઈચ્છે છે તે શાળા ફરજીયાત પસંદ કરવાની રહેશે.
જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કુલ્સ
જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કુલ્સ
જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
મોડેલ સ્કુલ્સ
*રક્ષાશક્તિ સ્કુલ્સ
ઉપરોક્ત શાળાઓ પૈકી લાગુ પડતા ધારાધોરણ મુજબ વિદ્યાર્થી જે શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તે પૈકી એક અથવા એકથી વધુ શાળાઓ પસંદ કરી શકે છે.
જે વિદ્યાર્થીઓના ફોર્મમાં શાળા પસંદ કરેલ નહીં હોય તે ફોર્મ સબમિટ થઈ શકશે નહીં. આ માહિતી શાળાઓ સુધી સત્વરે પહોંચાડશો.
સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ પાલીતાણા
સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા અહીં ક્લિક કરો.
પાલીતાણા શહેરની 10 સરકારી પ્રાથમિક શાળાનો સમન્વય થઈને બન્યો "સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ". આ કાર્યક્રમમાં પાલીતાણા શહેરની 10 શાળાનાં આચાર્ય, શિક્ષકો અને બાળકો તથા વિજયસિંહ ચૌહાણ ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના કૉ.ઓપ. સદસ્યનાં સહિયારા પ્રયત્નથી એક જોરદાર કાર્યક્રમનું આયોજન થયું.
1. શ્રી સ્વામી વિવેકાનંદ કે. વ. શાળા
2. શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા
3. શ્રી માનસિંહજી પ્રાથમિક શાળા
4. શ્રી તળાવ પ્રાથમિક શાળા
5. શ્રી ભીલવાસ પ્રાથમિક શાળા
6. શ્રી ગણેશનગર પ્રાથમિક શાળા
7. શ્રી ગાયત્રી મંદિર કે. વ. શાળા
8. શ્રી ગુજરાતી પ્રાથમિક શાળા
9. શ્રી ગાયત્રી મંદિર પ્લોટ વિસ્તાર પ્રાથમિક શાળા
10. શ્રી વણકરવાસ પ્રાથમિક શાળા
ઉપરોક્ત 10 શાળાનાં બાળકોનાં સમન્વયથી 10 કૃતિનું નિર્માણ દરેક શાળાનાં શિક્ષક મિત્રો દ્વારા કરાવવામાં આવ્યું.
24.03.2023 નાં રાત્રે 8:00 કલાકે રાત્રી કાર્યક્રમમાં મહેમાનો, વાલીઓ અને વિશાળ મેદાનીની હાજરીમાં કાર્યક્રમની રજુઆત કરવામાં આવી અને જોરદાર પરફોર્મન્સ બાળકો દ્વારા રજુ થયું.
વિકિયા વાવ - બરડા ડુંગર
વિકિયા વાવ
સ્થાનઃ પોરબંદરથી ભાણવડ જવાના રસ્તા ઉપર ઢેબર ગામ પાસે ધૂમલી ગામની સીમમાં બરડાના ડુંગરની તળેટીમાં આ વાવ આવેલી છે, જે વિકિયાની વાવ તરીકે જાણીતી છે. કાઠિયાવાડના જામનગર જિલ્લામાં રહેલી આ વાવ તેના બાંધકામની દષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ સૌરાષ્ટ્ર વિસ્તારના જેઠવા વંશ સૌથી જૂનો રાજવંશ ગણાય છે. જેઠવાઓનું બરડા વિસ્તારમાં આધિપત્ય રહ્યું હતું. જેઠવાઓ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને જેઠવા તરીકે કઈ રીતે ઓળખાયા એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા તે દેશ દસમી સદીની મધ્યમાં જ્યેષ્ઠુકદેશ તરીકે ઓળખાતો હતો. કેટલાક ઇતિહાસકાર તેમને જાટ તરીકે ઓળખે છે, જ્યારે ઘણા તેમને હૂણ લોકોની ‘યેથા’ શાખામાંથી ઊતરી આવેલા માને છે. ડો. અલ્તેકર નામના ઇતિહાસકાર એમને સૈન્ધવો (સિંધ દેશ)ના વંશજો ગમીને સૈન્ધવોના પૂર્વજ જયથમ (મહાભારત) ઉપરથી જેઠવા તરીકે ઓળખાયા હોવાનું માને છે. શરૂઆતમાં જેઠવાઓ શ્રીનગર (પોરબંદર પાસે)માં રહીને રાજ્ય કરતા હતા જે અત્યારે દરિયાકિનારે આવેલું નાનું ગામ છે. નવમી સદીના અંતમાં એમણે એમની રાજધાની શ્રીનગરથી ધૂમલીમાં ફેરવી. ઈ. સ. 1392 સુધી એટલે કે લગભગ 500 વર્ષ સુધી, એ રાજધાની ધૂમલીમાં રહી. જોકે પછી તો રાજધાની રાણપુર, છાયો, પોરબંદર એમ ફેરવવામાં આવી.
નાગજી નામના રાજાએ એના પુત્ર વિકિયાજીને ધૂમલીનું રાજ્ય સોંપી પોતે બીજા પુત્ર નાગાર્જુન સાથે ઢાંકમાં જઈને રહ્યા. ઈ. સ. 1392 સુધી ધૂમલી રાજધાની રહી હતી.
સ્થાપત્યઃ બરડા ડુંગરની તળેટીમાં ખુલ્લા મેદાનમાં રહેલી આ વાવ દૂરથી જોતાં કોઈ ભારેખમ વિશાળકાય બાંધકામ હોવાનું જણાવે છે, કારણ કે બહાર દેખાતું બાંધકામ ટૂંકા, પરંતુ પ્રમાણમાં ઘણા પહોળા થાંભલા ધરાવે છે. આ થાંભલાઓ વાવમાં બાંધેલા મંડપનો બહાર દેખાતો જમીન ઉપરનો ભાગ છે. વળી ઘણી જગ્યાએ થાંભલા ઉપરનું બાંધકામ પડી ગયેલું હોવાથી એકલા થાંભલા ઘણા ભારે દેખાય છે.
વાવના વિવિધ પ્રકારોમાં, આ વાવ નંદા પ્રકારની વાવમાં ગણાય છે, જેમાં વાવને ફક્ત એક જ પ્રવેશ તેમ જ સળંગ પગથિયાંઓમાં ત્રણ ફૂટ (મંડપ) ધરાવે છે. પ્રવેશથી કૂવા સુધીનાં પગથિયાંમાં વચ્ચે ત્રણ ફૂટ (મંડપ કે પહોળો ચોક) આવે છે, જે થાંભલાઓના ટેકાથી બંધાયેલો હોય છે અને આ થાંભલા પેવેલિયન કે મંડપના ટાવર તરીકે જમીનની બહાર સુધી આવતા હોય છે. અલગ અલગ ફૂટના થાંભલાઓ વચ્ચે કોઈ ફ્રેમવર્ક નથી. પ્રવેશથી કૂવાના સામા છેડા સુધીની નિસરણીની કુલ લંબાઈ 66 મીટર છે. પગથિયાની પહોળાઈ 4.5 મીટરની છે. આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં ખોદાયેલી છે, જેમાં પ્રવેશ પૂર્વમાં છે, જ્યારે કૂવો પશ્ચિમ દિશામાં છે.
વાવના પ્રવેશ ઉપરનો મંડપ તેમ જ સળંગ પગથિયાંના ત્રણ મંડપ ઉપર ટાવર જમીનની બહાર સુધી બાંધવામાં આવેલાં છે. કોઈ પેરામીટર બાંધકામ કૂવા આસપાસ કે પગથયિાંની બોર્ડર આસપાસ બાંધવામાં આવેલું નથી.
વાવના પ્રવેશથી નીચે ઊતરતાં પગથિયાંમાં આવતાં પહેલાં ફૂટ કે મંડપ વચ્ચે 16.2 મીટરનું અંતર છે. પહેલા ફૂટ અને બીજા ફૂટ વચ્ચે 14 મીટરનું, જ્યારે બીજા અને ત્રીજા ફૂટ વચ્ચે 13 મીટરનું અંતર છે. ટાવર અને પગથિયાંની બાજુની દીવાલો મોટા પથ્થરોથી ચણવામાં આવેલી છે.
ત્રણ મંડપ ટાવરમાંનું છેલ્લો ત્રીજો ટાવર જમીનથી પાંચ માળ નીચે સુધી બાંધવામાં આવેલો છે. પહેલો ટાવર જમીનથી બે માળ નીચે સુધી બંધાયેલો છે. દરેક ફૂટ 2.78 મીટર પહોળો એક ચોક ધરાવે છે. ટાવરમાં નીચે ઊતરવા સામસામે નાની નિસરણી બનાવવામાં આવેલી છે.
થાંભલાઓના નીચેના પહોળા ભાગમાં વિવિધ કોતરણીઓ જોવા મળે છે. બ્રેકેટ્સમાં પણ કોતરણી જોઈ શકાય છે. વિવિધ પ્રાણીઓ હરણ, ડુક્કર, હાથી જેવા કોતરવામાં આવેલાં છે.
ધૂમલીમાં આવેલા નવલખા મંદિરના જેવી જ કોતરણીઓ આ વાવમાં જોવા મળે છે, જે વાવનું બાંધકામ 11મી સદીના અંતમાં કે 12મી સદીની શરૂઆતનું સૂચન કરે છે.
PRL VIKAS શિષ્યવૃત્તિની માહીતી
PRL VIKAS શિષ્યવૃત્તિની માહીતી માટે અહીં ક્લિક કરો.
પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.
PSE / SSE શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ શરુ
શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ શરુ
જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો શાળાએ જઈ શિષ્યવૃતિ પરીક્ષાનુ ફોર્મ ભરો. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૬-૯-૨૦૨૨ છે. આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે. ફોર્મ ભરવા માટે ....
ફોર્મ ભરવા અને માહિતી માટે અહીં ક્લિક કરો
તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવા વિનંતી.